*પ્રમુખપથ* લેખક: શૈલેષ સગપરિયા પાના: ૨૧૬ કિંમત: રૂ. ૨૦૦ ISBN: 978-81-945432-2-0 બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંવર્ધક, ભારતીય સંસ્કૃતિની ઘરોહર સમા દિલ્હીના અક્ષરધામ સહિત સમગ્ર વિશ્વમાં હજાર ઉપરાંત મંદિરોના નિર્માતા, લાખો અનુયાયીઓના પથદર્શક, ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ જેવા પ્રસિદ્ધિના શિખરે બિરાજતા અનેક મહાપુરુષોને પ્રેરણા અને પ્રકાશના પ્રદાતા, જીવમાત્ર પ્રત્યે કરુણાસભર હૃદય ધરાવનારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ વ્યક્તિત્વને શબ્દોમાં બાંધવા બેસો તો પાર ન આવે. વહેતી ગંગાને તો સાગર જ સમાવી શકે પણ આપણે આચમન લઇ પાવન તો થઇ શકીએ ને ! આ પુસ્તકમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પાવન જીવનકવનની એક ઝલક આપવામાં આવી છે. આ પુસ્તક ફક્ત જીવનપ્રસંગોનું નથી, પૂજ્ય બાપાના જીવનમાંથી શીખ લઇને આપણે કઇ રીતે સુખ, સમૃદ્ધિ, અને પરમશાંતિ મેળવી શકીએ એનું સચોટ માર્ગદર્શન પણ આ પુસ્તકમાંથી મળશે.